કોના પાપે? / વડોદરામાં બાળકો ડૂબવાની દુર્ઘટના કે બાળહત્યા?, તંત્રએ શા માટે ન ડુબી મરવું જોઈએ?

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવને વિકસાવવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો, તે લેક વ્યૂ નામથી તળાવ વિકસાવવામાં આવ્યું હતું. જેમાં આજે બોટિંગ દરમિયાન ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને ક્ષમતા કરતા વધારે પ્રમાણમાં બેસાડવામાં આવતા બોટ પલટી જતા બાળકો ડૂબી ગયાની ઘટના બનવા પામી છે. ફાયર બ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં એક વિદ્યાર્થીનું મોત થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, ઉપરાંત બચાવ કામગીરી ચાલી રહી છે. જેથી મૃત્યુ આંકમાં વધારો થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહેવાલો મળી રહ્યા છે એ પ્રમાણે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ વડોદરા હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલ્ટી, ડઝનનાં મોત, અન્યની શોધખોળ જારીઆ ઘટના અંગે હાજર રહેલા શિક્ષકોએ કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા કે, બોટની કેપેસિટી 10થી 12 બાળકોની હોવા છતાં તેઓએ 20થી 25 બાળકો એક જ બોટમાં બેસાડતા વજન વધી જતા આ બનાવ બન્યો છે. તેઓને ના પાડવા છતાં વધુ બાળકો બેસાડ્યા હતા. ત્યારે હવે સવાલ એ થાય છે કે આ ગંભીર બેદરકારીની જવાબદારી કોણ સ્વીકારશે?

તંત્ર જવાબ આપે, હજુ મોરબીના ઝુલતા પુલની ઘટનાના આંસુ સુકાયા નથી ત્યાં વડોદરામાં બાળકો ડુબ્યા છે, તંત્રએ શા માટે ન ડુબી મરવું જોઈએ? મોરબી બ્રીજની દુર્ઘટના બાદ પણ આ પ્રકારની લાલિયાવાળી ચાલી રહી છે એનું ધ્યાન તંત્ર નહીં રાખે તો કોણ રાખશે?વિકાસના નામે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ તો આપી દેવાય છે, પરંતુ એ કોન્ટ્રાક્ટરો નિયમોનું પાલન કરે છે કે પછી તેને ઘોળીને પી જાય છે એ તો આવી દુર્ઘટનાઓ બાદ જ જાણવા મળે છે. આ દુર્ઘટના સરકારના ગાલ પર બીજો તમાચો છે કારણ કે હજુ મોરબીની દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવી ચૂકેલા લોકોના આંસુ સુકાયા નથી ત્યાં, આ પ્રકારની બીજી ઘટના બનવા પામી છે એ એક હદે તો તંત્રની નિષ્ફળતા જ કહી શકાય.ખૂબ જ દુઃખદ છે કે આંધળા વિકાસની મજા માણવા ગયેલા ભૂલકાઓ ક્યાં જાણતા હતા કે તેમને મોત મળશે? હવે આ ઘટનાના આરોપીઓ પર ક્યાં સુધીમાં અને કેટલી ઝડપથી કાર્યવાહી કરવામા આવે છે એ જોવું રહ્યું.તો આ તરફ એક અહેવાલ પ્રમાણે કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, બાળકોને વધારે બેસાડ્યા ન હતા સાથે-સાથે સેફ્ટીના જેકેટ પણ બાળકોને પહેરવવામાં આવ્યા હતા. જો ખરેખર આમ હતું તો આ દુર્ઘટના બની તો બની કેવી રીતે, લાઈફ જેકેટો પહેરાવ્યા હતા તો આટલી જિંદગીઓ ડૂબી કેવી રીતે…?

Patan live news GJ 24

Govabhai p ahir