સુરત/ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની લેન્ડ ગ્રેબિંગ કેસમાં ધરપકડ, કોર્ટમાં કેસ હારી જવા છતાં મિલકતનો કબ્જો નહોતો છોડ્યો

સુરતમાં જમીન પચાવી પાડવાના કેસમાં સરકારના કાયદા પ્રમાણે લેન્ડ ગ્રેબિંગના કેસ નોધવામાં આવતાં હોય છે. ત્યારે આ પ્રકારના લેન્ડ ગ્રેબિંગના કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં કેસ હારી જવા છતાં મિલકતનો કબ્જો છોડવામાં ન આવ્યો હોવાથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટર સુરેશ વરોડિયાના પુત્ર દિવ્યેશની ધરપકડ કરવામાં આવી હતી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દિવ્યેશની ધરપકડ કરવામાં આવી હતી. 79 વર્ષીય વયોવૃદ્ધની મિલકત પોતાની હોવાનો દાવો કર્યો હતો. જે આ મદ્દે કેસ થયો હતો. જે કેસ કોર્ટમાં હારી જવા છતાં મિલકત ખાલી કરી નહોતી.મિલકત ખાલી કરવાની જગ્યાએ અન્ય વ્યક્તિને ભાડે આપી દઈ કબજો પોતાની પાસે રાખ્યો હતો. વયોવૃદ્ધે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કલેક્ટરને ફરિયાદ કરી હતી. કલેક્ટરે આદેશ કરતાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે દિવ્યેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Patan live news GJ 24

Govabhai p ahir